Home » મુખપૃષ્ઠ ગેલેરી » ફક્ત બે વર્ષ પહેલાનો દિવસ યાદ કરો “સદભાવના” કે “સેડ” “ભાવના”

????????? 20, 2013 ફક્ત બે વર્ષ પહેલાનો દિવસ યાદ કરો “સદભાવના” કે “સેડ” “ભાવના”

આ લખતા હું સારી લાગણી નથી અનુભવી રહ્યો. આ લખતા ખુશીની લાગણી નથી થતી. બરાબર 2 વર્ષ પૂર્વ કોઈ મહાન ઘટના ઘટી રહી હોય તેવા આડંમ્બર અને અહંકારોમંદ શૈલીમાં રજૂ કરવામાં આવી હતી. તેને સદભાવના ઉપવાસ કહેવામાં આવી હતી. ખરેખર તે માત્ર ને માત્ર એક વ્યક્તિના અહંમને સંતોષવા માટે હતી જે પોતાના અને માત્ર પોતાના સ્વ-પ્રચારના સઘન મિશન પર છે. તેથી જ બધા જ ઠાઠમાઠ અને ધામધૂમપૂર્વક ત્રણ દિવસના ઉપવાસનું આયોજન થયું અને વિશ્વ સમક્ષ તેને રજૂ કરવામાં આવ્યા. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે તે લોભી માણસ એટલો મહત્વાકાંક્ષા છે કે તે પ્રથમ પોતાની જાતને મૂકે છે અને પછી રાજ્યના લોકો આવે છે.

આ સદભાવના ઉપવાસના પાછળ વિશાળકાય પ્રમાણમાં ખર્ચ વ્યવસ્થાપતિ કરવામાં આવ્યો. ઘણા લોકોને તે ખબર નથી કે આ સમગ્ર બિલ રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગો પર લાદવામાં આવ્યા છે. આ રૂ. 1,57,18,275નો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં કાર્ય પર લગાડવામાં આવ્યા હતા. સૌથી વધુ રકમ રૂ. 87 લાખ રોડ અને બિલ્ડીંગ વિભાગમાં લઈ જવામાં આવ્યા હતા, અને તેનું જ અનુકરણ કરતાં રૂ. 64.34 લાખ માહિતી અને પ્રસારણ વિભાગમાં લઈ જવામાં આવ્યા.

રોડ અને બિલ્ડીંગ, નર્મદા અને જળ સંપત્તિ, ઉદ્યોગો અને ખાણ વિભાગ વિવિધ ખાતાઓમાં સદભાવના ઉપવાસમાં ખર્ચ મૂકીને 1971ના ગુજરાત નાણાકીય નિયમોનું વિવિધ અને ગંભીર રીતે ઉલ્લંઘન કર્યું હતું.

વ્યક્તિગત ઉન્નતિ અને મહત્વાકાંક્ષાના આટલા બહોળા દેખાડા બાદ તેઓ સંતુષ્ટ ન હતા અને પોતાને દેશના લોકો માટે કેટલી “સદભાવના” છે તેનો દેખાડો કરવા માટે સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં 34 સદભાવના ઉપવાસો યોજ્યા. આવું શા માટે કર્યું ? – તેનું કારણ આપવામાં આવ્યું કે – કોમી શાંતિ અને સંવાદિતા વધારવા માટે. પરંતુ સાચા અર્થમાં તે ઉદ્દેશને સાર્થક થયો ખરો ?

જેમ જેમ દિવસો જાય છે તેમ મારી દુ:ખની લાગીણી અને નિરાશામાં વધારો થાય છે. મારી લાગણીઓ દુભાય છે. તે મારા માટે ખૂબ દુ:ખદ છે કે વ્યક્તિગત લાભ અને સ્વાર્થની ઉન્નતી માટે જાહેર ભંડોળને કેવી રીતે વેડફવામાં આવી રહ્યું છે. કોમી સંવાદિતા માટે હું તે જરૂર જાણવા માંગીશ કે – કેવી રીતે ઝડપી શાંતિની લાગણી ઉત્પન્ન કરી શકાય છે, જ્યારે જાહેર નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે અને સરકારી ભંડોળો ખર્ચવામાં આવે ત્યારે ? હું જરૂર ઇચ્છીશ કે – પોતાના પ્રચાર માટે વિપુલ ખર્ચ કરવાને બદલે, તે જ રકમ ઉચ્ચ શિક્ષણ મેળવતા હજારો વિદ્યાર્થીઓની ફી માફી કરવામાં ખર્ચ કરે, જરૂરિયાતમંદ અને લાયક વિદ્યાર્થી જે ખરેખર પોતાની અભ્યાસ ફી ભરવા માટે દુ:ખી છે. અથવા, હજારો ગર્ભવતી મહિલાઓ જેઓને પૈસાના અભાવના કારણે પોષણ યુક્ત ખોરાક માટે મળતો નથી તેમના માટે ખર્ચાવવામાં જોઈએ.

“સદ્” શબ્દ કેટલો સકારાત્મક અને શુભેચ્છા યુક્ત લાગે છે – પરંતુ બે વર્ષ પૂર્વ યોજાયેલ સદભાવના ઉપવાસ વિશે વિચારું છે ત્યારે મારી તે લાગણી ઉદાસીનતામાં ફેરવાઈ જાય છે અને દુ:ખ અને શરમ અનુભવાય છે.

ઋગ્વેદના શબ્દો યાદ આવે છે કે – “સંગચ્છદ્વમ સંવાદદ્વમ, સમ વો મનામ્સી, જાનથમ”

આ શબ્દ સમગ્ર માનવ સમજા માટે પ્રેમ અને આદર સાથે એકબીજાને જોડવા અને સાથે મળીને આગળ વધવા માટેના ઉપદેશન માટે છે.

બે વર્ષ પૂર્વ સદભાવના ઉપવાસ આટલા બધા ઉડાઉ અને ભપકેદાર રીતે યોજાયા ત્યારે પણ આ “ભાવના”થી હું આશ્ચર્યચકિત હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>