જીવન યાત્રા

Home » જીવન યાત્રા

શ્રી અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા નો જન્મ ૧૭મી ફેબ્રુઅરી ૧૯૫૭ ના રોજ મોઢવાડા ગામ ખાતે થયો હતો. તેમનો ઉછેર તેમના એક ભાઈ અને બે બહેનો સાથે ખુબ નિરભિમાન હતો. બાળપણના દિવસોથી જ તેમને વિનમ્રતા અને બીજા પ્રત્યે આદર ના પાઠ ભણાવવામાં આવ્યો હતો. એક ‘ધરતીપુત્ર’ હોવાથી અર્જુનભાઈને કઠોર પરિશ્રમની મહિમાને સમજતા અને એટલેજ ભણતર સમાપ્તી સુધી પોતાના પિતાને ખેતી કરવામાં મદદરૂપ થતા. જમીન જોડે સંકળાઈને કાર્ય કરવાનો એજ અનુભવ આજે પણ અર્જુનભાઈને વિનમ્ર રાખે છે.

શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ૧૯૮૨માં લખ્દીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજ, મોરબી, થી મેકેનીકલ ઈજનેર તરીકે સ્નાતક થયા. તેમની એક આદર્શ શિક્ષણ પ્રત્યેની કટિબદ્ધતા આ વાત પર થી જાણી શકાય કે તેઓ આજ વર્ષે સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય, રાજકોટ, ના સેનેટ સદસ્ય અને સિન્ડિકેટ સદસ્ય નિમાયા, જેની જિમ્મેદારી તેમણે વર્ષ ૨૦૦૨ સુધી નિભાવી. આ સમયકાળ દરમ્યાન, વર્ષ ૧૯૮૮માં, તેમને કાર્યકારી સભાની સદસ્યતા પણ પુરસ્કૃત કરવામાં આવી હતી. તેમના વિશ્વવિદ્યાલયના કાર્યકાળ દરમ્યાન તેઓશ્રી શિક્ષણ વ્યવસ્થામાં સુધારા માટે અમલ કરવાલાયક વિચારો મુકવામાં અગ્રણી રહ્યા હતા.

સ્નાતક થયા પછી શ્રી અર્જુન મોઢવાડિયાએ લગભગ ૧૦ વર્ષ ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં સહાયક ઈજનેર તાકીકે ફરજ બજાવી હતી. જો એ ઇચ્છતા હોત તો નોકરી ચાલુ રાખીને થોડા વર્ષોમાં એક કામયાબ મેરીટાઇમ ઈજનેર બની ગયા હોત. પરંતુ તેમના જીવનનું ધ્યેય આના કરતા ઘણું નિઃસ્વાર્થ હતું. ૧૯૯૩માં અર્જુનભાઈએ ઈજનેરની નોકરી છોડી લોકસેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું.

શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સત્તાવાર રીતે ૧૯૯૭માં ભારતની સૌથી ભવ્ય અને સૌથી જૂની રાજકીય દળ એટલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સદસ્ય બન્યા. તેમના સમર્પિત પ્રયાસો અને અસાધારણ લોકસેવાના કારણે તેઓ પોરબંદર વિધાનસભાથી ૨૦૦૨માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આશીર્વાદરૂપી વકતૃત્વકળા અને રાજકારણ માટેની તેજ નજરની ઉપયોગીતા જોઈ તેમને વર્ષ ૨૦૦૪-૦૭ માટે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા નીમવામાં આવ્યા. જાહેર જનતાએ તેમના કર્યો અને આગેવાની કરવાની કળાની નોંધ લીધી અને ૨૦૦૭ની સામાન્ય ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે જળવાઈ રહ્યા.

શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને પોતાની જનતા પ્રત્યે ઘણી ઊંડી લાગણી છે અને તે માટેજ તેમણે પોતાનું જીવન સંપૂર્ણપણે તેમના માટે સમર્પિત કર્યું છે. તેઓ શિક્ષણ, આરોગ્ય કેળવણી અને પબ્લિક ટ્રસ્ટોના જગતમાં ખૂબ સક્રિય રહ્યા છે.  ઇસ. ૧૯૮૮થી જ તેઓ માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ, ડૉ. વિરામ ગોધાનિયા મહિલા આર્ટસ, કોમર્સ, હોમ સાયન્સ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ કોલેજ તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ના સંસ્થાપક અને પ્રબંધક ટ્રસ્ટી છે. ૨૦૦૨થી તેઓ ગ્રામ્ય ભારતી હાઈસ્કૂલ, બગવદર, ના પ્રમુખ રહ્યા છે. સોરઠ ક્ષય નિવારણ સમિતિ કેશોદ (જી. જુનાગઢ) ખાતે જાહેર જનતા માટે રુગ્ણાલય ચલાવે છે જ્યાં ક્ષયનું નિદાન થાય છે. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વર્ષ ૨૦૦૪થી આ રુગ્ણાલયના ટ્રસ્ટી તરીકે પોતાની ફરજ ખુબ સન્માનપૂર્વક બજાવી છે.

શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને હંમેશા તેમના ધરમ પત્ની અને બે બાળકોનો સાથ અને સહકાર મળ્યો છે.